(N/A) માનવ શરીરમાં જોવા મળતા ત્રણ મુખ્ય પ્રકારના સ્નાયુઓ નીચે મુજબ છે:
$1$. રેખિત સ્નાયુઓ (કંકાલ સ્નાયુઓ): આ સ્નાયુઓ નળાકાર,શાખાવિહીન અને બહુકોષકેન્દ્રીય હોય છે. તેમાં એકાંતરે ઘેરા અને આછા પટ્ટાઓ (રેખાઓ) જોવા મળે છે અને તે હાડકાં સાથે જોડાયેલા હોય છે.
$2$. સરળ સ્નાયુઓ (અરેખિત સ્નાયુઓ): આ સ્નાયુઓ ત્રાક આકારના હોય છે અને તેમાં એક મધ્યસ્થ કોષકેન્દ્ર હોય છે. તેમાં રેખાઓ જોવા મળતી નથી અને તે જઠર તથા આંતરડા જેવા આંતરિક અંગોની દીવાલોમાં જોવા મળે છે.
$3$. હૃદસ્નાયુઓ: આ સ્નાયુઓ નળાકાર,શાખાયુક્ત અને એકકોષકેન્દ્રીય હોય છે. તેમાં રેખાઓ જોવા મળે છે અને તે અનૈચ્છિક સ્નાયુઓ છે જે ફક્ત હૃદયમાં જ જોવા મળે છે.
(આ સ્નાયુઓના પ્રકારોની આકૃતિઓ માટે આપેલી છબી જુઓ.)