(N/A) ગ્લોમેરુલસ દ્વારા ઉત્પન્ન થયેલ ગાળણ રુધિરરસ (blood plasma) ને લગભગ સમાન હોય છે. જેમ તે મૂત્રપિંડ નલિકામાંથી પસાર થાય છે,તેમ તેનું બંધારણ બદલાય છે અને મૂત્રનું નિર્માણ થાય છે.
$(1)$ નિકટવર્તી ગૂંચળામય નલિકા $(PCT)$: $PCT$ સાદા ઘનાકાર બ્રશ બોર્ડર અધિચ્છદથી બનેલી હોય છે,જે પુનઃશોષણ માટે સપાટીનું ક્ષેત્રફળ વધારે છે.
અહીં લગભગ $2/3$ પાણી અને $NaCl$ નું પુનઃશોષણ થાય છે.
$PCT$ એ ગાળણમાં $H^{+}$ આયનો,$NH_{3}$ અને $K^{+}$ ના પસંદગીયુક્ત સ્ત્રાવ અને બફર $HCO_{3}^{-}$ ના શોષણ દ્વારા શરીરના પ્રવાહીના $pH$ અને આયનિક સંતુલનને જાળવવામાં મદદ કરે છે.
ગાળણ અને રુધિરરસ આઈસોટોનિક (સમઅભિસારી) બને છે.
$(2)$ હેન્લેના પાશની અવરોહી ભુજા: આ ભાગમાં પુનઃશોષણ ન્યૂનતમ હોય છે.
તે મજ્જક આંતરકોષીય પ્રવાહીની ઉચ્ચ અભિસરણ સાંદ્રતા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તે $H_{2}O$ માટે પ્રવેશશીલ છે પરંતુ ઇલેક્ટ્રોલાઇટ્સ માટે અપ્રવેશશીલ છે.
આ ગાળણ નીચે તરફ જાય તેમ તેને સાંદ્ર બનાવે છે.
ગાળણ રુધિરરસ કરતા હાઇપરટોનિક (અતિસાંદ્ર) બને છે.
$(3)$ હેન્લેના પાશની આરોહી ભુજા: તે પાણી માટે અપ્રવેશશીલ છે પરંતુ ઇલેક્ટ્રોલાઇટ્સના સક્રિય કે નિષ્ક્રિય વહન માટે પરવાનગી આપે છે.
તેથી,જેમ સાંદ્ર ગાળણ ઉપર તરફ જાય છે,તેમ ઇલેક્ટ્રોલાઇટ્સના વહનને કારણે તે મંદ બને છે.
$(4)$ દૂરસ્થ ગૂંચળામય નલિકા $(DCT)$: અહીં $Na^{+}$ અને $H_{2}O$ નું શરતી પુનઃશોષણ થાય છે.
તે $HCO_{3}^{-}$ નું પુનઃશોષણ અને રુધિરમાં $pH$ અને $H^{+}-K^{+}$ સંતુલન જાળવવા માટે $H^{+}$ અને $K^{+}$ આયનો તથા $NH_{3}$ ના પસંદગીયુક્ત સ્ત્રાવ માટે પણ સક્ષમ છે.
$(5)$ સંગ્રહણ નલિકા: આ લાંબી નલિકા મૂત્રપિંડના બાહ્યકથી મજ્જકના આંતરિક ભાગો સુધી વિસ્તરેલી હોય છે.
સાંદ્ર મૂત્ર ઉત્પન્ન કરવા માટે મોટા પ્રમાણમાં $H_{2}O$ નું પુનઃશોષણ થાય છે.
તે અભિસરણ સાંદ્રતા જાળવવા માટે મજ્જક આંતરકોષીય અવકાશમાં થોડા પ્રમાણમાં યુરિયાને પસાર થવા દે છે અને $H^{+}$ તથા $K^{+}$ આયનોના પસંદગીયુક્ત સ્ત્રાવ દ્વારા $pH$ અને આયનિક સંતુલન જાળવે છે.