મુખગુહામાં થતી પાચનની પ્રક્રિયાનું વર્ણન કરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) મુખગુહા બે મુખ્ય કાર્યો કરે છે: ખોરાકનું ચાવવું અને ગળવાની પ્રક્રિયામાં મદદ કરવી.
દાંત અને જીભ લાળની મદદથી ખોરાકને ચાવે છે અને તેને સારી રીતે મિશ્રિત કરે છે.
લાળમાં રહેલું શ્લેષ્મ (Mucus) ચાવેલા ખોરાકના કણોને ચીકણા બનાવીને એક ગોળાકાર પિંડ (Bolus) બનાવવામાં મદદ કરે છે.
ત્યારબાદ આ પિંડ (Bolus) ગળવાની પ્રક્રિયા દ્વારા કંઠનળીમાં અને પછી અન્નનળીમાં જાય છે.
આ પિંડ અન્નનળીમાં સ્નાયુઓના ક્રમિક તરંગવત સંકોચન દ્વારા નીચે ઉતરે છે,જેને પરિસંકોચન (Peristalsis) કહેવામાં આવે છે.
જઠર-અન્નનળી વાલ્વ (Gastro-oesophageal sphincter) ખોરાકને જઠરમાં પ્રવેશતા નિયંત્રિત કરે છે.
મુખગુહામાં સ્ત્રવિત લાળમાં વિદ્યુતવિભાજ્યો $(Na^{+}, K^{+}, Cl^{-}, HCO_{3}^{-})$ અને ઉત્સેચકો,જેમ કે લાળીય એમાયલેઝ (Salivary amylase) અને લાયસોઝાઇમ (Lysozyme) હોય છે.
પાચનની રાસાયણિક પ્રક્રિયા મુખગુહામાં કાર્બોદિતનું પાચન કરતા ઉત્સેચક,લાળીય એમાયલેઝની જળવિભાજન ક્રિયા દ્વારા શરૂ થાય છે.
અહીં આ ઉત્સેચક દ્વારા લગભગ $30\%$ સ્ટાર્ચનું જળવિભાજન થઈને ડાયસેકેરાઇડ માલ્ટોઝ બને છે.
$\text{સ્ટાર્ચ} \xrightarrow{\text{લાળીય એમાયલેઝ}, \text{pH } 6.8} \text{માલ્ટોઝ}$
લાળમાં રહેલ લાયસોઝાઇમ એક એન્ટિબેક્ટેરિયલ એજન્ટ તરીકે કાર્ય કરે છે જે ચેપને અટકાવે છે.

Explore More

Similar Questions

આહારમાં મીઠાનો મુખ્ય ઉપયોગ શું છે?

જો કોઈ કારણસર આંતરડાના અધિચ્છદના પેરિએટલ કોષો આંશિક રીતે બિન-કાર્યક્ષમ બની જાય,તો શું થવાની સંભાવના છે?

નીચેનામાંથી કોના પરિણામે ઇન્ડોલ અને સ્કેટોલનું ઉત્પાદન થાય છે?

પેપ્સિન કોના પર કાર્ય કરે છે?

જ્યારે લાળમાં રહેલ એમાયલેઝ જઠરમાં જઠરરસ સાથે ભળે છે ત્યારે તેની ક્રિયા અટકી જાય છે કારણ કે . . . . . . .

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo