(N/A) સક્રિય પ્રતિકારકતા: જ્યારે યજમાનના શરીરમાં એન્ટિજેન્સ (જે જીવંત કે મૃત સૂક્ષ્મજીવો અથવા અન્ય પ્રોટીન સ્વરૂપે હોઈ શકે છે) દાખલ કરવામાં આવે છે,ત્યારે યજમાનના શરીરમાં એન્ટિબોડીઝ ઉત્પન્ન થાય છે. આ પ્રકારની પ્રતિકારકતાને સક્રિય પ્રતિકારકતા કહેવામાં આવે છે. તે ધીમી પ્રક્રિયા છે અને સંપૂર્ણ અસરકારક પ્રતિભાવ આપવામાં સમય લે છે.
નિષ્ક્રિય પ્રતિકારકતા: જ્યારે શરીરને વિદેશી એજન્ટો સામે રક્ષણ આપવા માટે તૈયાર એન્ટિબોડીઝ સીધા આપવામાં આવે છે,ત્યારે તેને નિષ્ક્રિય પ્રતિકારકતા કહેવામાં આવે છે. આ તાત્કાલિક રાહત આપે છે,ઉદાહરણ તરીકે,ધનુર (Tetanus) વિરોધી એન્ટિટોક્સિન આપવું અથવા માતાના ગર્ભમાં જરાયુ (Placenta) દ્વારા ગર્ભને મળતા એન્ટિબોડીઝ.