(A) ઇલેક્ટ્રોનિક રચના:
લેન્થેનોઇડ્સ માટે સામાન્ય ઇલેક્ટ્રોનિક રચના $[Xe]^{54} 4f^{0-14} 5d^{0-1} 6s^{2}$ છે અને એક્ટિનોઇડ્સ માટે $[Rn]^{86} 5f^{1-14} 6d^{0-1} 7s^{2}$ છે. $4f$ કક્ષકોથી વિપરીત,$5f$ કક્ષકો ઊંડે દટાયેલી હોતી નથી અને બંધનમાં વધુ પ્રમાણમાં ભાગ લે છે.
ઓક્સિડેશન અવસ્થાઓ:
લેન્થેનોઇડ્સની મુખ્ય ઓક્સિડેશન અવસ્થા $+3$ છે. જોકે,ક્યારેક $+2$ અને $+4$ ઓક્સિડેશન અવસ્થાઓ પણ જોવા મળે છે જે પૂર્ણ-ભરાયેલી અને અડધી-ભરાયેલી કક્ષકોની વધારાની સ્થિરતાને કારણે છે. એક્ટિનોઇડ્સ ઓક્સિડેશન અવસ્થાઓની વિશાળ શ્રેણી દર્શાવે છે કારણ કે $5f, 6d,$ અને $7s$ સ્તરોની ઊર્જા સમાન હોય છે. એક્ટિનોઇડ્સ માટે પણ $+3$ મુખ્ય ઓક્સિડેશન અવસ્થા છે.
રાસાયણિક સક્રિયતા:
લેન્થેનોઇડ શ્રેણીમાં,શરૂઆતના સભ્યો વધુ સક્રિય હોય છે,જેમની સક્રિયતા $Ca$ ને સમાન હોય છે. પરમાણુ ક્રમાંકમાં વધારા સાથે,તેઓ $Al$ જેવું વર્તન કરે છે. એક્ટિનોઇડ્સ અત્યંત સક્રિય ધાતુઓ છે,ખાસ કરીને જ્યારે તે ઝીણા ભૂકા સ્વરૂપે હોય. ઉકળતા પાણીમાં ઉમેરતા,તેઓ ઓક્સાઇડ અને હાઇડ્રાઇડનું મિશ્રણ આપે છે. એક્ટિનોઇડ્સ મધ્યમ તાપમાને મોટાભાગના અધાતુઓ સાથે જોડાય છે. આલ્કલીની તેમના પર કોઈ અસર થતી નથી,અને નાઈટ્રિક એસિડ દ્વારા તેમના પર રક્ષણાત્મક ઓક્સાઇડ સ્તર બનવાને કારણે ખૂબ ઓછી અસર થાય છે.