(N/A) બોલ અને સ્ટીક મોડેલ્સ એ $3-D$ આણ્વિક મોડેલ્સ છે જેનો ઉપયોગ જૈવિક અણુઓની રચનાનું વર્ણન કરવા માટે થઈ શકે છે.
બોલ અને સ્ટીક મોડેલમાં,પરમાણુઓને દડા (બોલ) તરીકે દર્શાવવામાં આવે છે,જ્યારે પરમાણુઓને જોડી રાખતા બંધોને લાકડીઓ (સ્ટીક) દ્વારા દર્શાવવામાં આવે છે. દ્વિબંધ અને ત્રિબંધને સ્પ્રિંગ્સ દ્વારા દર્શાવવામાં આવે છે જે દડાઓ વચ્ચે વળાંકવાળા જોડાણો બનાવે છે. વિવિધ પરમાણુઓનું કદ અને રંગ અલગ-અલગ હોય છે અને તે દડાઓના સાપેક્ષ કદ અને રંગ દ્વારા દર્શાવવામાં આવે છે.
તે જૈવિક અણુઓની રચનાઓનું પ્રતિનિધિત્વ કરવા માટેનું સૌથી પાયાનું અને સામાન્ય મોડેલ છે.
$D$-ગ્લુકોઝના આપેલા બોલ અને સ્ટીક મોડેલમાં,ઓક્સિજન પરમાણુઓને લાલ દડાઓ દ્વારા,હાઇડ્રોજન પરમાણુઓને વાદળી દડાઓ દ્વારા,જ્યારે કાર્બન પરમાણુઓને રાખોડી દડાઓ દ્વારા દર્શાવવામાં આવ્યા છે.