(N/A) $1$. જ્યારે વસ્તુ અનંત અંતરે હોય,ત્યારે પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર $(F)$ પર રચાય છે અને તે અત્યંત નાનું અને ઉલટું હોય છે.
$2$. જેમ જેમ વસ્તુ અનંત અંતરેથી વક્રતાકેન્દ્ર $(C)$ તરફ આવે છે,તેમ તેમ પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર $(F)$ થી વક્રતાકેન્દ્ર $(C)$ તરફ ખસે છે અને તેનું કદ વધે છે.
$3$. જ્યારે વસ્તુ વક્રતાકેન્દ્ર $(C)$ પર હોય,ત્યારે પ્રતિબિંબ વક્રતાકેન્દ્ર $(C)$ પર જ રચાય છે અને તેનું કદ વસ્તુના કદ જેટલું જ હોય છે.
$4$. જેમ જેમ વસ્તુ વક્રતાકેન્દ્ર $(C)$ થી મુખ્ય કેન્દ્ર $(F)$ તરફ જાય છે,તેમ તેમ પ્રતિબિંબ વક્રતાકેન્દ્ર $(C)$ થી દૂર અનંત અંતર તરફ ખસે છે અને તેનું કદ મોટું (વિવર્ધિત) થાય છે.
$5$. જ્યારે વસ્તુ મુખ્ય કેન્દ્ર $(F)$ પર હોય,ત્યારે પ્રતિબિંબ અનંત અંતરે રચાય છે.
$6$. જ્યારે વસ્તુ મુખ્ય કેન્દ્ર $(F)$ અને ધ્રુવ $(P)$ ની વચ્ચે હોય,ત્યારે પ્રતિબિંબ અરીસાની પાછળ રચાય છે અને તે આભાસી,ચત્તું અને મોટું (વિવર્ધિત) હોય છે.