એક ટ્રક સ્થિર સ્થિતિમાંથી શરૂ થાય છે અને અચળ પ્રવેગ સાથે ટેકરી પરથી નીચે ગબડે છે. તે $20 \, s$ માં $400 \, m$ નું અંતર કાપે છે. જો તેનું દળ $7 \, \text{tonnes}$ $(1 \, \text{tonne} = 1000 \, kg)$ હોય,તો તેના પર લાગતું બળ ($N$ માં) શોધો.

  • A
    $14000$
  • B
    $41000$
  • C
    $16000$
  • D
    $11000$

Explore More

Similar Questions

ગતિના ત્રીજા નિયમ અનુસાર,જ્યારે આપણે કોઈ વસ્તુ પર ધક્કો મારીએ છીએ,ત્યારે તે વસ્તુ પણ આપણા પર સમાન અને વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે. જો તે વસ્તુ રસ્તાની બાજુમાં પાર્ક કરેલી એક વિશાળ ટ્રક હોય,તો તે કદાચ ખસશે નહીં. એક વિદ્યાર્થી આને એવું કહીને સમજાવે છે કે બંને વિરુદ્ધ અને સમાન બળો એકબીજાની અસર નાબૂદ કરે છે. આ તર્ક પર તમારી ટિપ્પણી કરો અને સમજાવો કે ટ્રક કેમ ખસતી નથી.

અખ્તર, કિરણ અને રાહુલ એક એક્સપ્રેસવે પર વધુ વેગથી જતી મોટરકારમાં મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે એક જીવડું વિન્ડશિલ્ડ સાથે અથડાયું અને વિન્ડસ્ક્રીન પર ચોંટી ગયું. કિરણે સૂચવ્યું કે મોટરકારની સરખામણીમાં જીવડાના વેગમાનમાં ફેરફાર વધુ થયો છે. અખ્તરે કહ્યું કે મોટરકાર વધુ વેગથી ગતિ કરતી હોવાથી, તેણે જીવડા પર વધુ બળ લગાડ્યું. રાહુલે કહ્યું કે મોટરકાર અને જીવડું બંનેએ સમાન બળ અનુભવ્યું અને તેમના વેગમાનમાં સમાન ફેરફાર થયો. આ સૂચનો પર ટિપ્પણી કરો.

$200\, N$ ના સમક્ષિતિજ બળનો ઉપયોગ કરીને,આપણે એક લાકડાની પેટીને જમીન પર અચળ વેગથી ખસેડવા માંગીએ છીએ. પેટી પર લાગતું ઘર્ષણબળ ($N$ માં) કેટલું હશે?

એક પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય અસંતુલિત બળ શૂન્ય છે. શું તે પદાર્થ માટે શૂન્ય સિવાયના વેગથી ગતિ કરવી શક્ય છે? જો હા,તો વેગના મૂલ્ય અને દિશા પર કઈ શરતો હોવી જોઈએ તે જણાવો. જો ના,તો કારણ આપો.

જ્યારે ગાલીચાને લાકડી વડે ફટકારવામાં આવે છે,ત્યારે તેમાંથી ધૂળ બહાર આવે છે. સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo