એક કણ એ બળ $F=7-2 x+3 x^2$ ની અસર હેઠળ $x-$અક્ષ પર $x=0$ થી $x=5$ મીટર ગતિ કરે છે. આ પ્રક્રિયામાં થયેલ કાર્ય છે...
$135$
$70$
$270$
$35$
$1 gm$ અને $4 gm$ દળ ધરાવતા બે પદાર્થ સમાન ગતિ ઊર્જાથી ગતિ કરે છે. તો રેખીય વેગમાનના મૂલ્યોનો ગુણોત્તર કેટલો થાય?
એક માણસ $60N$ વજનનું એક બકેટ પકડીને સમક્ષિતિજ દિશામાં $7m$ ચાલે છે અને પછી $5m $ જેટલું શિરોલંબ દિશામાં ચઢાણ કરે છે. માણસ દ્વારા થતું કાર્ય કેટલા ............. $\mathrm{J}$ હશે ?
પદાર્થની સ્થિતિઊર્જાનો આલેખ આપેલ છે,તો બળનો આલેખ શોધો.
આકૃતિ બતાવ્યા પ્રમાણે એક હલકી સ્થિતિ સ્થાપક સ્પ્રિંગને દળ રહિત પ્લેટફોર્મ પર રાખેલી છે. જ્યારે $0.1 kg$ દળનો રેતીનો કણ $0.24 m$ ઉંચાઈ પરથી સ્પ્રિંગની તકતી પર ફેંકવામાં આવે છે. કણ તકતી સાથે અથડાય છે. જેથી સ્પ્રિંગ $0.01 m$ જેટલી સંકોચાય છે. કણ ને કેટલા .....$m$ ઉંચાઈએથી ફેંકવો જોઈએ કે જેથી સ્પ્રિંગ $0.04 m$ જેટલી સંકોચન પામે.
$M$ દળનો ગોળો $u$ વેગથી $ m$ દળના સ્થિર ગોળા સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંધાત કરે છે.અથડામણ પછી તેમનો વેગ $V$ અને $ v$ છે,તો $v$ કેટલો હશે?