(A) સૌ પ્રથમ,પ્રારંભિક ઝડપને $km\, h^{-1}$ માંથી $m\, s^{-1}$ માં ફેરવો:
પ્રથમ કાર માટે: $u_1 = 52 \times (1000 / 3600) \, m\, s^{-1} = 14.44 \, m\, s^{-1}$.
બીજી કાર માટે: $u_2 = 3 \times (1000 / 3600) \, m\, s^{-1} = 0.83 \, m\, s^{-1}$.
કાર દ્વારા કપાયેલું અંતર એ ઝડપ-સમયના આલેખ નીચેના ક્ષેત્રફળ જેટલું હોય છે.
પ્રથમ કાર દ્વારા કપાયેલું અંતર = $5\, s$ પાયો અને $14.44 \, m\, s^{-1}$ ઊંચાઈ ધરાવતા ત્રિકોણનું ક્ષેત્રફળ.
$= (1 / 2) \times 5 \times 14.44 = 36.1 \, m$.
બીજી કાર દ્વારા કપાયેલું અંતર = $10\, s$ પાયો અને $0.83 \, m\, s^{-1}$ ઊંચાઈ ધરાવતા ત્રિકોણનું ક્ષેત્રફળ.
$= (1 / 2) \times 10 \times 0.83 = 4.15 \, m$.
બંને અંતરોની સરખામણી કરતા,બ્રેક લગાવ્યા પછી પ્રથમ કારે વધુ અંતર કાપ્યું છે.