(N/A) જ્યારે કોઈ વસ્તુને બહિર્ગોળ લેન્સના વક્રતા કેન્દ્ર $2F_1$ પર મૂકવામાં આવે છે,ત્યારે તેનું પ્રતિબિંબ લેન્સની બીજી બાજુએ વક્રતા કેન્દ્ર $2F_2$ પર રચાય છે. રચાતું પ્રતિબિંબ ઉલટું અને વસ્તુના કદ જેટલું જ હોય છે.
આપેલ છે કે સોયનું પ્રતિબિંબ બહિર્ગોળ લેન્સથી $50\, cm$ ના અંતરે રચાય છે. તેથી,સોયને લેન્સની સામે $50\, cm$ ના અંતરે મૂકવામાં આવી છે.
વસ્તુનું અંતર,$u = -50\, cm$
પ્રતિબિંબનું અંતર,$v = 50\, cm$
કેન્દ્રલંબાઈ $= f$
લેન્સના સૂત્ર મુજબ,
$\frac{1}{v} - \frac{1}{u} = \frac{1}{f}$
$\frac{1}{f} = \frac{1}{50} - \frac{1}{-50} = \frac{1}{50} + \frac{1}{50} = \frac{2}{50} = \frac{1}{25}$
$f = 25\, cm = 0.25\, m$
લેન્સનો પાવર,$P = \frac{1}{f(\text{મીટરમાં})} = \frac{1}{0.25} = +4\, D$
આમ,આપેલ લેન્સનો પાવર $+4\, D$ છે.