$0.006\, M$ બેન્ઝોઇક એસિડની હાઇડ્રોજન આયન સાંદ્રતા કેટલી થશે.? ($K_a = 6 \times 10^{-5}$)
$0.6 \times 10^{-4}$
$6 \times 10^{-4}$
$6 \times 10^{-5}$
$3.6 \times 10^{-4}$
$0.08\, M$ હાયપોક્લોરસ ઍસિડ ( $HOCl$ ) દ્રાવણની $pH$ ગણો. ઍસિડનો આયનીકરણ અચળાંક $2.5 \times 10^{-5}$ છે. $HOCl$ નું ટકામાં વિયોજન ગણો.
$0.05$ $M$ એમોનિયા દ્રાવણનો આયનીકરણ અંશ અને $pH$ નક્કી કરો. એમોનિયાનો આયનીકરણ અચળાંક કોષ્ટક $7.7$ માંથી લઈ શકાશે. વળી, એમોનિયાના સંયુગ્મ ઍસિડનો આયનીકરણ અચળાંક પણ ગણો.
$0.1$ $M$ નિર્બળ એસિડનો $298$ $K$ તાપમાને આયનીકરણ અચળાંક $1.74 \times {10^{ - 5}}$ છે. તેના $0.1$ $M$ દ્રાવણની $pH$ ગણો.
$CH_3COOH$ ના ડેસીનોર્મલ દ્રાવણનુ $1.3\%$ આયનીકરણ થતુ હોય, દ્રાવણની $p^H$ શું થશે ? ( $log\,1.3 = 0.11$ )
જલીય દ્રાવણમાં કાર્બોનિક એસિડના આયનીકરણ અચળાંક $K_1 = 4.2 \times 10^{-7}$ અને $K_2 = 4.8 \times 10^{-11}$ છે. તો કાર્બોનિક એસિડના $0.034\, M$ સંતૃપ્ત દ્રાવણ માટે સાચુ વિધાન પસંદ કરો.