(N/A) $Z = 20$ પરમાણુ ક્રમાંક અને $A = 40$ દળ ક્રમાંક ધરાવતા તત્વ માટે:
પ્રોટોનની સંખ્યા $= Z = 20$
ઇલેક્ટ્રોનની સંખ્યા $= Z = 20$
ન્યુટ્રોનની સંખ્યા $= A - Z = 40 - 20 = 20$
ઇલેક્ટ્રોનીય રચના: $K=2, L=8, M=8, N=2$.
પરમાણુના બંધારણમાં કેન્દ્રમાં $20$ પ્રોટોન અને $20$ ન્યુટ્રોન હોય છે,જેની આસપાસ ચાર કક્ષાઓ $(K, L, M, N)$ હોય છે જેમાં અનુક્રમે $2, 8, 8$ અને $2$ ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે.
$(b)$ જે પરમાણુમાં $K$ અને $L$ કક્ષા સંપૂર્ણ ભરાયેલી હોય તેની ઇલેક્ટ્રોનીય રચના $2, 8$ થાય છે. કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા $10$ છે,જે નિયોન $(Ne)$ તત્વ દર્શાવે છે. તેની બાહ્યતમ કક્ષા ($L$-કક્ષા) સંપૂર્ણ ભરાયેલી હોવાથી (અષ્ટક પૂર્ણ છે),તે રાસાયણિક રીતે નિષ્ક્રિય છે અને તેને નિષ્ક્રિય વાયુ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.