$a$ બાજુના નિયમિત બહુકોણના $(n -1)$ શિરોબિંદુઓ પર સમાન બિંદુવત્ દળ $m$ મૂકેલાં છે. બાકી રહેલાં એક શિરોબિંદુનો બહુકોણના કેન્દ્રની સાપેક્ષે સ્થાનસદિશ $\vec a$ છે તો દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ શોધો.
ધારો કે નિયમિત બહુકોણના દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ $\vec{b}$ છે.
શિરો બિંદુઓની સંખ્યા $(n-1)$ છે તેથી સમાન બિંદુવત દળોની સંખ્યા પણ $(n-1)$ થાય.
$\therefore \frac{(n+1) m b+m a}{(n-1) m+m}=r_{ cm }$
$\therefore \frac{(n+1) m b+m a}{(n-1+1) m}=0$
$\therefore(n+1) b=-a$
$\therefore b=-\left(\frac{a}{n+1}\right)$
આકૃતિમાં નિયમિત ચોરસ પ્લેટ દર્શાવેલી છે. જેના ખૂણા પરથી ચાર સમાન ચોરસ દૂર કરવામાં આવ્યા છે.ચોરસ $-1$ ને દૂર કરતાં $ C.M.$ ક્યાં મળશે ?
ક્યારે પદાર્થ (તંત્ર)નું ગુરુત્વકેન્દ્ર અને દ્રવ્યમાન કેન્દ્ર અલગ હોય ?
દ્વિપરિમાણમાં કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્રના યામ માટેનું સૂત્ર મેળવો.
પાતળી ધાતુની તકતીમાંથી $ R$ ત્રિજ્યાનું વર્તૂળાકાર કાપી નાંખેલ છે. $R/2$ ત્રિજ્યાનું છિદ્ર આ વર્તૂળમાંથી કરવામાં આવે છે. આ રીતે વર્તૂળની રીમને સ્પર્શેં છે. તેનું મૂળ કાપ્યા વગરના ભાગના દ્રવ્યમાન કેન્દ્રથી અંતર શોધો.
ત્રણ સમાન દળના સળિયા આકૃતિમાં દર્શાવેલ છે. તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના યામાક્ષ બિંદુઓ શોધો.