સવર્ગ સંયોજનોની ઉપયોગિતા અને અનુપ્રયોગો જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) સવર્ગ સંયોજનો ગુણાત્મક અને જથ્થાત્મક રસાયણિક વિશ્લેષણમાં વ્યાપકપણે વપરાય છે. ધાતુ આયનોની વિવિધ લિગેન્ડ સાથેની રંગ આપતી પ્રક્રિયાઓ સંકીર્ણ સંયોજનોના નિર્માણને આભારી છે. આવા પ્રક્રિયકોમાં $EDTA$,$DMG$ (ડાયમિથાઈલ ગ્લાયોક્ઝાઈમ),$\alpha$-નાઈટ્રોસો,$\beta$-નેપ્થોલ,ક્યુપ્રોન વગેરેનો સમાવેશ થાય છે.
પાણીની કઠિનતાનું માપન $Na_{2}[EDTA]$ સાથેના અનુમાપન દ્વારા કરવામાં આવે છે. $Ca^{2+}$ અને $Mg^{2+}$ આયનો $EDTA$ સાથે સ્થાયી સંકીર્ણ બનાવે છે. આ આયનોનું વર્ણાત્મક પરિમાપન તેમના $Ca$ અને $Mg$ સંકીર્ણોના સ્થાયીતા અચળાંકમાં રહેલા તફાવતને કારણે શક્ય છે.
ધાતુઓના નિષ્કર્ષણમાં (દા.ત. ગોલ્ડ અને સિલ્વર) સંકીર્ણ નિર્માણનો ઉપયોગ થાય છે. દા.ત. ગોલ્ડ ઑક્સિજન અને પાણીની હાજરીમાં સાયનાઈડ સાથે જોડાઈને $[Au(CN)_{2}]^{-}$ સંકીર્ણ બનાવે છે,જેમાંથી $Zn$ ઉમેરીને ગોલ્ડ મેળવી શકાય છે.
ધાતુઓનું શુદ્ધિકરણ સંકીર્ણ સંયોજનોના નિર્માણ અને વિઘટન દ્વારા થાય છે. દા.ત. અશુદ્ધ $Ni$ ને $[Ni(CO)_{4}]$ માં ફેરવીને શુદ્ધ $Ni$ મેળવી શકાય છે.
જૈવિક પ્રણાલીમાં,પ્રકાશસંશ્લેષણ માટે જવાબદાર ક્લોરોફિલ એ મેગ્નેશિયમનું સવર્ગ સંયોજન છે.
હિમોગ્લોબિન,જે ઑક્સિજનનું વહન કરે છે,તે આયર્નનું સવર્ગ સંયોજન છે. વિટામિન $B_{12}$ (સાયનોકોબાલેમાઈન) એ કોબાલ્ટનું સવર્ગ સંયોજન છે.
કાર્બોક્સિ પેપ્ટિડિઝ-$A$ અને કાર્બોનિક એન્હાઈડ્રેઝ જેવા ઉત્સેચકો ધાતુ-સવર્ગીય છે.
ઔદ્યોગિક પ્રક્રમોમાં ઉદ્દીપક તરીકે સવર્ગ સંયોજનો વપરાય છે. દા.ત. વિલ્કિનસન ઉદ્દીપક $[(Ph_{3}P)_{3}RhCl]$ આલ્કીનના હાઈડ્રોજનીકરણમાં વપરાય છે.
સિલ્વર અને ગોલ્ડના વિદ્યુતઢોળ માટે $[Ag(CN)_{2}]^{-}$ અને $[Au(CN)_{2}]^{-}$ જેવા સંકીર્ણ દ્રાવણો વપરાય છે.
ફોટોગ્રાફીમાં,હાયપો દ્રાવણ અવિઘટિત $AgBr$ ને $[Ag(S_{2}O_{3})_{2}]^{3-}$ સંકીર્ણ બનાવીને દૂર કરે છે.
ઔષધીય રસાયણશાસ્ત્રમાં,કિલેટ ચિકિત્સા દ્વારા ધાતુનું વિષાલુકરણ દૂર કરવામાં આવે છે. $D$-પેનિસિલેમાઈન અને ડેસફેરોઝાઈમ-$B$ દ્વારા કૉપર અને આયર્ન દૂર કરી શકાય છે,જ્યારે $EDTA$ લેડના વિષાલુકરણમાં વપરાય છે.
$Pt$ ના કેટલાક સંયોજનો,જેમ કે સિસ-પ્લેટિન,ગાંઠની વૃદ્ધિ અટકાવે છે.

Explore More

Similar Questions

કોપર $(II)$ આયનો પોટેશિયમ ફેરોસાયનાઈડ સાથે લાલ-કથ્થઈ રંગના અવક્ષેપ આપે છે. આ અવક્ષેપનું સૂત્ર શું છે?

સોડિયમ નાઈટ્રોપ્રસાઈડને સલ્ફાઈડ આયનોના આલ્કલાઇન દ્રાવણમાં ઉમેરતા શું ઉત્પન્ન થાય છે?

Difficult
View Solution

ફેરિક આયન કોના કારણે પ્રશિયન બ્લુ રંગના અવક્ષેપ બનાવે છે?

એસિડિક ફેરિક ક્લોરાઈડ દ્રાવણની પોટેશિયમ ફેરોસાયનાઈડના વધારા સાથે પ્રક્રિયા કરવાથી પ્રશિયન બ્લુ રંગની કલૉઇડલ સ્પીસીઝ મળે છે. તે કઈ છે?

કયા સંયોજનમાં વિદ્યુતસંયોજક (electrovalent),સહસંયોજક (covalent),સવર્ગ (coordinate) તેમજ હાઇડ્રોજન બંધ હોય છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo