મિશ્ર ધાતુઓ એટલે શું ? તેના વિશે લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

મિશ્ર ધાતુઓ તે એક કરતાં વધારે ધાતુઓનું ચોક્કસ પ્રમાણમાં મિશ્રણ હોય છે. મિશ્ર ધાતુઓ તે સમાંગી ઘન દ્રાવણો હોઈ શકે છે અને મિશ્રધાતુઓમાં એક ધાતુના પરમાણુઓ, બીજ ધાતુના પરમાણુઓમાં યાદચ્છીક (અનિયમિત) રીતે વિતરિત થયેલા હોય છે.

મિશ્ર ધાતુને તેના ઘટક તત્ત્વોને મિશ્ર કરીને બનાવાય છે. જે માટે સામાન્ય નિયમો નીચે મુજબ છે.

$(i)$ મિશ્ર ધાતુઓની બનાવટ એવા પરમાણુઓ દ્વારા થાય છે કે જેમની ધાત્વીય ત્રિજ્યામાં $15\%$ થી ઓછો તફાવત હોય.

$(ii)$ સંક્રાંતિ ધાતુઓની ત્રિજ્યાઓ અને અન્ય લાક્ષણિકતતાઓમાં સામ્યતા હોય છે, જેથી સરળતાથી મિશ્ર ધાતુઓ બનાવે છે.

ગુણો : મિશ્ર ધાતુઓ સખત હોય છે. મિશ્ર ધાતુઓ ઊંચા ગલનબિંદુ ધરાવે છે, અને ઘણા લાક્ષણિક ગુણો ધરાવે છે.

ઉદાહરણો : આયર્ન (ફેરસ) મિશ્ર ધાતુઓ સૌથી વધુ પ્રચલિત છે. વિવિધ પ્રકારનાં સ્ટીલ અને સ્ટેનલેસ સ્ટીલના ઉત્પાદન માટે $Cr,V, W, Mo, Mn$ વગેરે ધાતુઓનો ઉપયોગ થાય છે. સંક્રાંતિ ધાતુઓ અને અસંક્રાંતિ ધાતુઓ સાથેની મિશ્ર ધાતુઓ પણ બને છે.

જેમ કે $(i)$ પિત્તળ (કોપર-ઝિંક) $(ii)$ કાંસુ (કોપર-ટિન) વગેર. આ મિશ્ર ધાતુઓનું પણ ઔદ્યોગિક મહત્વ ઘણું જ વધારે છે.

Similar Questions

નરમ સ્ટીલમાં કાર્બનનું ટકાવાર પ્રમાણ કેટલું હોય છે?

નીચે આપેલામાંથી કઈ ઇલેક્ટ્રોન સંરચના સૌથી વધારે ચુંબકીય ચાકમાત્રા સાથે સંકળાયેલ છે ?

  • [JEE MAIN 2024]

પ્રથમ સંક્રાતિ શ્રેણીના ચાર ક્રમિક સભ્યો પરમાણ્વિય ક્રમાંક સાથે નીચે આપ્યા છે. તેઓ પૈકી કોતુ $E^o_{M^{3+} /M^{2+}}$ મૂલ્ય સૌથી વધુ હોવાની શક્યતા છે?

  • [JEE MAIN 2013]

નીચે આપેલા તત્ત્વોને તેમની ઘનતાના સંદર્ભમાં (આધારે) (with respect) સાચો ક્રમ શું છે ?

  • [JEE MAIN 2021]

નીચેના પૈકી ક્યા આયનની ચુંબકીય ચાકમાત્રા $2.83\, BM$ થશે ?

(પરમાણ્વીય ક્રમાંક : $Ti = 22,\,Cr = 24,$ $ Mn = 25,\,Ni = 28$)

  • [NEET 2014]