આંતરાલીય સંયોજનો એટલે શું ? તેમના ઉદાહરણો અને લાક્ષણિકતાઓ આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જ્યારે સંક્રાંતિ ધાતુઓના સ્ફટિક લેટિસમાં અંદરના ભાગમાં નાના પરમાણુઓ જેવા કે $H, C$ કે $N$ ગોઠવાય છે, ત્યારે બનતાં સંયોજનોને આંતરાલીય સંયોજનો કહે છે. ઉદા. $TiC, Mn _{4} N , Fe _{3} H , VH _{0.56}, TiH _{1.7}$ વગેરે.

સામાન્ય રીતે આંતરાલીય સંયોજનો બિનતત્ત્વયોગમિતિય હોય છે અને તેઓ આયનીય કે સહસંયોજક હોતાં નથી. આંતરાલીય સંયોજનોનાં સૂત્રો ધાતુની સામાન્ય ઑક્સિડેશન અવસ્થા દર્શાવતા નથી.

આંતરાલીય સંયોજનોની ભૌતિક અને રાસાયણિક લાક્ષણિકતતઓ :

$(i)$ તેમનાં ગલનબિંદુ ઊંંચાં હોય છે, જે તેમની શુદ્ધ ધાતુનાં ગલનબિંદુના કરતાં પણ વધારે ઊંચાં હોય છે.

$(ii)$ આંતરાલીય સંયોજનો વધુ સખત હોય છે. કેટલાક બોરાઈડ સંયોજનો કઠિનતામાં હીરા જેવા હોય છે.

$(iii)$ આંતરાલીય સંયોજનો ધાત્વીય વાહક્તા જાળવી રાખે છે.

$(iv)$ આંતરાલીય સંયોજનો રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય છે.

Similar Questions

પ્રથમ હરોળના સંક્રાંતિ તત્વોના ચાર ક્રમિક સભ્યો નીચે તેમના પરમાણુ ક્રમાંક સાથે આપેલ છે તો તેમાંથી $E{^o _{{M^{3 + }}/{M^{2 + }}}}$ કયું તત્વ મહત્તમ મૂલ્ય ધરાવે છે?

$N{H_3}$ દ્રાવણને $CuS{O_4}$ દ્રાવણમાં વધુ ઉમેરવા પર, ઘેરો વાદળી રંગ કોના કારણે છે?

  • [AIIMS 1982]

સંકિર્ણ $[M(H_2O)_6]Cl_2$ માં ધાતુ આયનની કઈ જોડી $3.9\, BM$ ની ફક્ત સ્પિન ચુંબકીય ચાકમાત્રા આપે છે?

  • [JEE MAIN 2019]

સંક્રાંતિ  ધાતુઓની લાક્ષણિકતા કઈ નથી

ગેસ લાઇટરની પથરીમાં કોનો ઉપયોગ થાય છે