આલ્કોહોલ સંયોજનોની $C-O$ બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓ સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આલ્કોહોલમાં $C-O$ બંધ તૂટવાથી પ્રક્રિયાઓ થાય છે. ફિનોલમાં $C-O$ બંધ માત્ર ઝિંક ડસ્ટ સાથે ગરમ કરવાથી જ તૂટે છે.
$(a)$ આલ્કોહોલની $HX$ (હાઈડ્રોજન હેલાઈડ) સાથેની પ્રક્રિયા અને લુકાસ કસોટી:
$(i)$ આલ્કોહોલ હાઈડ્રોજન હેલાઈડ $(HX)$ સાથે પ્રક્રિયા કરીને આલ્કાઈલ હેલાઈડ બનાવે છે.
$R-OH + HX \rightarrow R-X + H_2O$
આ પ્રક્રિયામાં $C-O$ બંધ તૂટે છે,$C-X$ બંધ બને છે અને $-OH$ સમૂહ દૂર થાય છે. આ પ્રક્રિયા કેન્દ્રાનુરાગી વિસ્થાપન ($S_N1$ અને $S_N2$) પ્રક્રિયાવિધિથી થાય છે.
હેલોઅસિડ $(HX)$ ની આલ્કોહોલ સાથેની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ $3^{\circ} > 2^{\circ} > 1^{\circ}$ છે.
$(ii)$ આલ્કોહોલને $48\% \ HBr$ સાથે ગરમ કરવાથી આલ્કાઈલ બ્રોમાઈડ બને છે.
$(iii)$ $HCl$ સાથેની પ્રક્રિયા (લુકાસ કસોટી):
પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલની $HCl$ સાથેની પ્રક્રિયા માટે ઉદ્દીપક $ZnCl_2$ જરૂરી છે. લુકાસ પ્રક્રિયક એ સાંદ્ર $HCl$ અને $ZnCl_2$ નું મિશ્રણ છે. $1^{\circ}, 2^{\circ}$ અને $3^{\circ}$ આલ્કોહોલને લુકાસ કસોટી દ્વારા અલગ પાડી શકાય છે.
આલ્કોહોલ લુકાસ પ્રક્રિયકમાં દ્રાવ્ય હોય છે,પરંતુ બનતા હેલાઈડ સંયોજનો અદ્રાવ્ય હોવાથી દ્રાવણમાં ધૂંધળાપણું (turbidity) ઉત્પન્ન થાય છે.
તૃતીયક આલ્કોહોલ લુકાસ પ્રક્રિયક સાથે તરત જ પ્રક્રિયા કરીને હેલાઈડ બનાવે છે,જેથી તરત જ ધૂંધળાપણું આવે છે અને અલગ સ્તર રચાય છે.
દ્વિતીયક આલ્કોહોલ લુકાસ પ્રક્રિયક સાથે ધીમેથી પ્રક્રિયા કરે છે,જેથી થોડા સમય પછી ધૂંધળાપણું આવે છે અને અલગ સ્તર રચાય છે.
પ્રાથમિક આલ્કોહોલ લુકાસ પ્રક્રિયક સાથે સામાન્ય તાપમાને પ્રક્રિયા કરતા નથી,તેથી લાંબા સમય સુધી કોઈ ધૂંધળાપણું કે અલગ સ્તર જોવા મળતું નથી.
આમ,આલ્કોહોલની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ $3^{\circ} > 2^{\circ} > 1^{\circ}$ છે,જેના દ્વારા લુકાસ કસોટીથી તેમનું વર્ગીકરણ થઈ શકે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સંયોજનનું ઉત્કલનબિંદુ સૌથી ઓછું છે?

સાંદ્ર $H_2SO_4$ દ્વારા $(i)$,$(ii)$ અને $(iii)$ ના નિર્જલીકરણના દરની તુલના કરો.

સાંદ્ર ${H_2SO_4}$ વડે નીચેના પૈકી ક્યા આલ્કોહોલનું નિર્જળીકરણ સૌથી સરળતાથી થાય છે?

Difficult
View Solution

એલાઈલ આલ્કોહોલનું એક્રોલીનમાં રૂપાંતર કરવા માટે વપરાતો પ્રક્રિયક કયો છે?

$HO-CH_2-CH_2-OH$ ને પિરિયોડિક એસિડ સાથે ગરમ કરતા શું મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo