$\rm {DNA}$ કુંતલનાં પેકેજિંગ દ્વારા રંગસૂત્રની રચના કઈ રીતે થાય છે ? વિસ્તૃત વર્ણન કરો.
બે ક્રમિક બેઇઝ જોડની વચ્ચે અંતર $0.34\,mm$ $(0.34\times 10^{-9}\,m)$ લઈએ અને જો સામાન્ય લાક્ષણિક સસ્તન કોષના બેવડી કુંતલમય રચના ધરાવતા $DNA$ની લંબાઈ ગણીએ કુલ બેઇઝ જોડીને બે પાસપાસે આવેલા જોડના અંતરનો ગુણાકાર કરીને એટલે કે $6.6\times 10^9\,bp \times 0.34 \times 10^{-9}\,m/bp)$ તો તે લગભગ $2.2\,m$ થાય છે. આ લંબાઈ, લાક્ષણિક કોષકેન્દ્રની લંબાઈ (આશરે $10^{-6}\,m$) કરતાં ખૂબ વધુ હોય છે.
ઇશ્વરેશિયા કોલીમાં, $DNA$ની લંબાઈ $1.36\, mm$ અને $4 \times 10^6\,bp$ હોય છે.
$E-$coliમાં સુવિકસિત કોષકેન્દ્રનો અભાવ હોય છે છતાં $DNA$ તેના કોષમાં સંપૂર્ણ રીતે ફેલાયેલું હોતું નથી. $DNA \,(-ve)$ કેટલાક પ્રોટીન્સ $(+ve)$ સાથે જોડાઈ એક સ્થાને ગોઠવાય છે જેને ન્યુક્લિઓઇડ (nucleoid) કહે છે.
ન્યુક્લિઓઇડમાં $DNA$ મોટી કડી (loop) સ્વરૂપે આયોજીત હોય છે અને કડીઓ પ્રોટીન વડે જો ડાયેલી હોય છે.
સુકોષકેન્દ્રી સજીવોના આ આયોજન એ ખૂબ જ જટિલ હોય છે. તેમાં ધનવીજભારિત પ્રોટીન સમૂહ આવેલા હોય છે જેને હિસ્ટોન (histone) કહે છે.
વીજભારિત પાર્શ્વ શૃંખલા સાથેના ઐમિનો ઍસિડની બહુલકતા (abundance) ને આધારે આ પ્રોટીન વીજભાર પ્રાપ્ત કરે છે.
હિસ્ટોન પ્રોટીનમાં સૌથી વધારે પ્રમાણમાં આલ્કલીય એમિનો ઍસિડ લાયસીન અને આર્જેનિન આવેલા હોય છે. જેમાં બંને એમિનો ઍસિડની પાર્શ્વ શૃંખલાઓ $+ve$ વીજભાર ધરાવે છે.
હિસ્ટોનના આઠ અણુઓના સંગઠિત એકમને હિસ્ટોન ઓક્ટોમર કહે છે. $(2 (H_2A) (H_2N) 2 \times (H_4-H_3))$ હવે $-ve$ વીજભારિત $DNA, + ve$ વીજભારિત હિસ્ટોન ઓક્ટોમર સાથે જોડાઈ જે રચના બનાવે છે તેને ન્યુક્લિઓઝોમ (nucleosome) કહે છે.
છ ન્યુક્લિઓઝોમ ભેગા મળી સોલેનોઇડની રચના કરે છે.
કયો નાઈટ્રોજન બેઈઝ $RNA$ માં હોતો નથી ?
આકૃતિમાં $Y$ શું દર્શાવે છે ?
વોટસન અને ક્રિકે રજૂ કરેલા મોડેલ માટે કયું વિધાન અસત્ય છે?
કયા એમિનો એસિડ આલ્કલી છે ?
આદિકોષકેન્દ્રીમાં $DNA$ કોષમાં જે જગ્યાએ સ્થાપિત થાય છે તેને શું કહે છે ?