ભિન્ન સજીવોમાં થતા જન્યુયુગ્મનનું સ્થાન અને તેના પ્રકારો જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) જન્યુયુગ્મન (ફલન) સજીવના શરીરની બહાર અથવા અંદર થાય છે. તેને આધારે તેને બાહ્યફલન અથવા અંતઃફલન તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.
બાહ્યફલન: મોટા ભાગના જલજ સજીવો જેવા કે લીલ,માછલીઓ અને ઉભયજીવીઓમાં જન્યુયુગ્મન બાહ્ય માધ્યમ (પાણી) માં થાય છે. આને બાહ્યફલન કહે છે. બાહ્યફલન દર્શાવતા સજીવોમાં નર અને માદા વચ્ચે ખૂબ જ તાલમેલ જોવા મળે છે અને જન્યુયુગ્મનની તક વધારવા માટે તેઓ આસપાસના માધ્યમમાં (પાણી) મોટી સંખ્યામાં જન્યુઓ મુક્ત કરે છે.
અસ્થિમત્સ્ય અને દેડકામાં મોટી સંખ્યામાં સંતતિઓ ઉત્પન્ન થાય છે. આ પદ્ધતિનો મુખ્ય ગેરફાયદો એ છે કે સંતતિઓ ભક્ષકો દ્વારા નાશ પામવાની સંભાવના ખૂબ વધારે હોય છે,જે તેમની પુખ્તતા સુધીની જીવિત રહેવાની ક્ષમતાને જોખમમાં મૂકે છે.
અંતઃફલન: ઘણા સ્થળજ સજીવો જેવા કે ફૂગ,ઉચ્ચ પ્રાણીઓ (સરિસૃપ,વિહગ,સસ્તન) અને મોટા ભાગની વનસ્પતિઓ (દ્વિઅંગી,ત્રિઅંગી,અનાવૃત અને આવૃત બીજધારી) માં જન્યુયુગ્મન સજીવના શરીરની અંદર થાય છે. આને અંતઃફલન કહે છે.
આ સજીવોમાં અંડકોષ માદાના શરીરની અંદર સર્જાય છે જ્યાં તે નર જન્યુ સાથે જોડાય છે.
અંતઃફલન દર્શાવતા સજીવોમાં નર જન્યુ ચલિત હોય છે અને જોડાણ માટે અંડકોષ સુધી પહોંચે છે.
જોકે મોટી સંખ્યામાં નર જન્યુઓ ઉત્પન્ન થાય છે,પરંતુ તેની સામે સર્જાતા અંડકોષોની સંખ્યા ઘણી ઓછી હોય છે.
બીજધારી વનસ્પતિઓમાં અચલિત નર જન્યુઓ પરાગનલિકાઓ દ્વારા માદા જન્યુ સુધી વહન પામે છે.

Explore More

Similar Questions

લિંગી પ્રજનનમાં સંતતિનો અસ્તિત્વ ટકાવી રાખવાનો દર ઊંચો હોય છે,તે સમજાવો.

$Chlamydomonas$ માં બે કોષોના જોડાણથી થતું લિંગી પ્રજનન શું કહેવાય છે?

વાંસના છોડ તેમના જીવનકાળમાં માત્ર એક જ વાર પુષ્પસર્જન કરે છે, સામાન્ય રીતે $50-100$ વર્ષ પછી, મોટી સંખ્યામાં ફળો ઉત્પન્ન કરે છે અને મૃત્યુ પામે છે. તેવી જ રીતે, $Strobilanthus$ $kunthiana$ (નીલકુરંજી) કેટલા વર્ષમાં એકવાર પુષ્પસર્જન કરે છે ($\text{વર્ષ}$ માં)?

ફલનની પ્રક્રિયાનું વર્ણન કરો. ફલનના પ્રકારો કયા છે?

મોટા ભાગના સજીવોમાં નરજન્યુ ........ અને માદાજન્યુ ........ હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo