(N/A) વસંતીકરણ એ એવી પ્રક્રિયા છે જેના દ્વારા વનસ્પતિમાં પુષ્પસર્જનને નીચા તાપમાનના સંપર્ક દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે.
તે વધતી જતી ઋતુના અંતમાં અકાળ પ્રજનન વિકાસને અટકાવે છે અને વનસ્પતિને પરિપક્વતા સુધી પહોંચવા માટે પૂરતો સમય આપે છે.
ઘઉં,જવ અને રાઈ જેવા ઘણા ખાદ્ય પાકોમાં બે પ્રકારની જાતો હોય છે: શિયાળુ અને વસંત જાતો.
'વસંત' જાત સામાન્ય રીતે વસંતઋતુમાં વાવવામાં આવે છે અને તે વધતી જતી ઋતુના અંત પહેલા પુષ્પો અને દાણા ઉત્પન્ન કરે છે.
'શિયાળુ' જાતોને જો વસંતઋતુમાં વાવવામાં આવે,તો તે સામાન્ય રીતે પુષ્પસર્જન કરવામાં અથવા પુષ્પસર્જનની ઋતુના ગાળામાં પરિપક્વ દાણા ઉત્પન્ન કરવામાં નિષ્ફળ જાય છે.
તેથી,તેમને પાનખરમાં વાવવામાં આવે છે,જે અંકુરિત થાય છે અને શિયાળા દરમિયાન નાના છોડ તરીકે બહાર આવે છે.
તેઓ વસંતઋતુમાં ફરીથી વૃદ્ધિ પામે છે અને ઉનાળાની મધ્યમાં લણણી કરવામાં આવે છે.
આમ,વસંતીકરણ એટલે નીચા તાપમાનના સમયગાળા દ્વારા ખાસ કરીને પુષ્પસર્જનને પ્રોત્સાહન આપવું.