(N/A) આકૃતિમાં એક ક્ષણે પ્રિઝમ પર આપાત થતું સમાંતર કિરણપુંજ દર્શાવેલ છે. તેનો અનુરૂપ આપાત સમતલ તરંગ અગ્ર $A_{1}B_{1}$ કિરણોને લંબ છે. નિર્ગમન કિરણપુંજ $A_{2}B_{2}$ દ્વારા દર્શાવેલ છે.
પ્રિઝમના પાયામાંથી પસાર થતા કિરણની પથ લંબાઈ ($A_{1}$ થી $A_{2}$) એ પ્રિઝમના શિરોબિંદુમાંથી પસાર થતા કિરણની પથ લંબાઈ ($B_{1}'$ થી $B_{2}'$) કરતા વધારે છે.
પ્રિઝમમાં પ્રકાશનો વેગ હવામાં પ્રકાશના વેગ કરતા ઓછો હોવાથી,પ્રકાશને $A_{1}A_{2}$ પથ કાપવા માટે $B_{1}'B_{2}'$ પથ કરતા વધુ સમય લાગે છે.
પરિણામે,$A_{2}$ આગળનું તરંગ અગ્ર $B_{2}$ આગળના તરંગ અગ્ર કરતા પાછળ રહી જાય છે. આથી,નિર્ગમન તરંગ અગ્ર આપાત તરંગ અગ્રની સાપેક્ષમાં નમેલું હોય છે,જે પ્રિઝમ દ્વારા પ્રકાશના વિચલનને સમજાવે છે.