(N/A) દ્વિધ્રુવીય-પ્રેરિત દ્વિધ્રુવીય બળો એ ધ્રુવીય અણુ (કાયમી દ્વિધ્રુવ ધરાવતો) અને અધ્રુવીય અણુ વચ્ચે ઉદ્ભવતા આકર્ષણ બળો છે.
જ્યારે કોઈ ધ્રુવીય અણુ અધ્રુવીય અણુની નજીક આવે છે,ત્યારે ધ્રુવીય અણુનું વિદ્યુતક્ષેત્ર અધ્રુવીય અણુના ઇલેક્ટ્રોન વાદળને વિકૃત કરે છે.
આ વિકૃતિને કારણે અધ્રુવીય અણુમાં વીજભારનું કામચલાઉ વિભાજન થાય છે,જેનાથી પ્રેરિત દ્વિધ્રુવ રચાય છે.
ધ્રુવીય અણુના કાયમી દ્વિધ્રુવ અને અધ્રુવીય અણુના પ્રેરિત દ્વિધ્રુવ વચ્ચેની આંતરક્રિયાને કારણે જે આકર્ષણ બળ ઉદ્ભવે છે તેને દ્વિધ્રુવીય-પ્રેરિત દ્વિધ્રુવીય બળ કહેવામાં આવે છે.
આ આંતરક્રિયાની પ્રબળતા ધ્રુવીય અણુની દ્વિધ્રુવીય ચાકમાત્રા અને અધ્રુવીય અણુની ધ્રુવીભવનક્ષમતા પર આધાર રાખે છે.