(N/A) કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારને સોડા લાઈમ (સોડિયમ હાઈડ્રોક્સાઈડ અને કેલ્શિયમ ઓક્સાઈડનું મિશ્રણ) સાથે ગરમ કરતા,મૂળ કાર્બોક્સિલિક એસિડ કરતા એક કાર્બન પરમાણુ ઓછો ધરાવતા આલ્કેન મળે છે. કાર્બોક્સિલિક એસિડમાંથી કાર્બન ડાયોક્સાઈડ દૂર કરવાની આ પ્રક્રિયાને ડીકાર્બોક્સિલેશન કહેવાય છે.
$RCOOH \xrightarrow{\text{Soda lime, } \Delta} RH + Na_2CO_3$
સોડા લાઈમ એ સોડિયમ હાઈડ્રોક્સાઈડ $(NaOH)$ અને કેલ્શિયમ ઓક્સાઈડ $(CaO)$ નું મિશ્રણ છે. સોડા લાઈમમાં રહેલ $NaOH$ એસિડ સાથે પ્રક્રિયા કરીને એસિડનો સોડિયમ ક્ષાર બનાવે છે.
ઉદાહરણ-$1$: ઈથેનોઈક એસિડ (એસેટિક એસિડ) માંથી મિથેન.
$CH_3COONa + NaOH \xrightarrow{CaO, \Delta} CH_4 + Na_2CO_3$
ઉદાહરણ-$2$: પ્રોપેનોઈક એસિડમાંથી ઈથેન.
$CH_3CH_2COONa + NaOH \xrightarrow{CaO, \Delta} C_2H_6 + Na_2CO_3$