નાના આંતરડાની શ્લેષ્મસ્તરની દીવાલ લાખોની સંખ્યામાં નાની આંગળી જેવા પ્રવર્ધો બનાવે છે જેને રસાંકુરો (villi) કહેવામાં આવે છે. આ રસાંકુરો ખોરાકના વધુ કાર્યક્ષમ શોષણ માટે સપાટીનું ક્ષેત્રફળ વધારે છે.
આ રસાંકુરોમાં અસંખ્ય રુધિરવાહિનીઓ હોય છે જે પ્રોટીન અને કાર્બોદિતોના પાચિત ઘટકોનું શોષણ કરીને તેને રુધિર પ્રવાહમાં લઈ જાય છે. રસાંકુરોમાં ચરબીના પાચિત ઘટકોના શોષણ માટે લસિકાવાહિનીઓ (lacteals) પણ હોય છે. રુધિર પ્રવાહ દ્વારા,શોષાયેલો ખોરાક અંતે શરીરના દરેક કોષ સુધી પહોંચાડવામાં આવે છે.
જઠરની શ્લેષ્મસ્તરની દીવાલ અનિયમિત ગડીઓ બનાવે છે જેને જઠરગડીઓ (rugae) કહેવાય છે. આ ગડીઓ વિસ્તરતા જઠરના કદના પ્રમાણમાં સપાટીનું ક્ષેત્રફળ વધારવામાં મદદ કરે છે,જેથી તે ખોરાકનો સંગ્રહ કરી શકે.