“ઉદાહરણોથી સમજાવો કે સમઇલેક્ટ્રોનીય અણુ/આયનમાં સમાન બંધક્રમાંક હોય છે.”
સમઈલેક્ટ્રોંનીય અણુ / આયનમાં બંધક્રમાંક : જો બે અથવા વધારે દ્રીપરમાણ્વીય અણુ કે આયનો સમઈલેક્ટ્રોનીય હોય તો તેમાં બંધક્રમાંક સમાન હોય છે.
ઉદાહરણ$-1$ : $F _{2}$ તથા $O _{2}^{-2}$ તે બંનેમાં સમાન $18$ ઇલેક્ટ્રોંન છે અને આ બંનેમાં બંધક્રમાંક સમાન $1$ છે. $F _{2}: F - F$ અને $O _{2}^{-2}( O - O )^{2-}$
ઉદાહરણ$-2 :$ $N _{2}, CO$ અને $NO ^{+}$ત્રણેય સમઇલેક્ટ્રોનીય છે અને આ ત્રણેય $14$ ઇલેક્ટ્રોન ધરાવે છે અને ત્રણેયમાં ત્રિબંધ છે.
અણુ કે આયન | $N_2$ | $CO$ | $NO^+$ |
બંધ રચના | $N \equiv N$ | $C \equiv O$ | $N \equiv O ^{+}$ |
નીચેનામાંથી ક્યો અનુચુંબકીય નથી?
ઓક્સિજનની ઘટકોની જોડી અને તેના ચુંબકીય વર્તન નીચે નોંધવામાં આવે છે. નીચેનામાંથી કયો વિકલ્પ સાચા વર્ણન રજૂ કરે છે?
${{\rm{N}}_2},{{\rm{O}}_2}{\rm{,O}}_2^ + $ અને ${\rm{O}}_2^ - $ ના બંધક્રમાંક ગણો.
$\mathrm{CO}$ અને $\mathrm{NO}^{+}$ ના બંધક્રમાંકનો સરવાળો ___________છે.
$\mathrm{H}_{2}$ અણુની રચના અને આણ્વીય કક્ષકોની ઊર્જાનો આલેખ સમજાવો.